Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રીની અધ્યક્ષતામાં 41મી GST કાઉન્સિલની બેઠક, ખોટ અંગે RBI સાથે થશે ચર્ચા

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં આજે 41મી જીએસટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. જેમાં દેશના તમામ રાજ્યોનાં નાણામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે 2 લાખ 35 હજાર કરોડ રૂપિયાની જીએસટીની ખોટ ગઈ છે. જેથી આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યોને આ રકમની ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવશે.

    તેમણે જણાવ્યું કે, આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યોને વિશેષ વ્યવસ્થા હેઠળ ચુકવણી કરવાનો એક વિકલ્પ છે, કે જેમાં યોગ્ય વ્યાજદર પર 97 હજાર કરોડ રૂપિયા આપવાના છે.

    નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યોને આ નાણાં કેવી રીતે ચુકવવા તેની વ્યવસ્થા અંગે જીએસટી કાઉન્સીલમાં સંમતિ બન્યા બાદ બાકી નીકળતી રકમની ચુકવણી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યો સામે બે વિકલ્પ મુકવામાં આવ્યા છે, જેથી તેમને લોન માટે વધારે મથામણ ન કરવી પડે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply