સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં ઉછાળો, નિફ્ટી 11,466.45 પર બંધ
Live TV
-
સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતોની વચ્ચે શેર માર્કેટમાં સવારે સેંસેક્સ 200 અંકના અને નિફ્ટી 66 અંકના ઉછાળા સાથે ખુલ્યો હતો. તો દિવસના અંતે પણ શેર માર્કેટ ઉછાળા સાથે બંધ થયું હતું.
સેન્સેક્સ 364.36 અંકના ઉછાળા સાથે 38,799.08 પર બંધ થયો હતો. તો નિફ્ટી 94.85 અંકના ઉછાળા સાથે 11,466.45 પર બંધ થયો હતો. તો દિવસ દરમિયાન એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ, આઇસીઆઈસી બેંક અને સ્ટેટ બેંકના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
