કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ
Live TV
-
સેન્સેક્સ 561 અંક વધી 51,342 પર જ્યારે નિફ્ટી 176 અંક વધી 15,158 પર
કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 561 અંક વધી 51 હજાર 342 પર જ્યારે નિફ્ટી 176 અંક વધી 15 હજાર 158 પર શરૂઆતી કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સ પર ICICI બેન્ક, એક્સિસ બેન્ક, રિલાયન્સ , ONGC, કોટક મહિન્દ્રા, SBI સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. તો એક્સિસ બેન્ક 3.15 ટકા વધી 772.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, HUL, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
