પ્રથમ દિવસે બજાર બંધ થતા BSE સેન્સેક્સ 1145 અંક ઘટીને 49,744 ની સપાટીએ બંધ થયો
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સપાટ રહ્યા બાદ સેન્સેક્સ 1100 અંક જેટલો ગગડ્યો હતો. બજાર બંધ થતા BSE સેન્સેક્સ 1145 અંક ઘટીને 49,744 ની સપાટીએ બંધ થયો હતો. જ્યારે NSE Nifty 306 અંક ઘટીને 14,675ની સપાટીએ બંધ થયો હતો. વૈશ્વિક બજારમાં મળેલા મિશ્ર સંકેતોને પગલે બજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં FMCG તથા Pharma શેરમાં વેચવાલી જોવા મળી હતી. તો ડોલરની સરખામણીએ રૂપિયો 7 પૈસાની મજબૂતી સાથે અમેરિકન ડોલરની સરખામણીએ 72.58 ની સપાટીએ ખૂલ્યો હતો. બીજી તરફ ઘણા દિવસોની નબળાઈ બાદ આજે સોનાના ભાવમાં સામાન્ય મજબૂતી નોંધાઈ હતી. સોનું આજે 445 રૂપિયા વધીને 46,546 પર રહ્યું છે.
