જી.એસ.ટી. કલેક્શન સતત પાંચમી વખત એક લાખ કરોડને પાર
Live TV
-
ફેબ્રુઆરી 2021માં જી.એસ.ટી. સંગ્રહ 1.13 લાખ કરોડ રૂપિયા થયો છે. સતત પાંચમી વાર જી.એસ.ટી. સંગ્રહ એક લાખ કરોડને પાર થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જી.એસ.ટી. સંગ્રહમાં સાત ટકાનો વધારો થયો છે. વસ્તુ અને કર સેવા જી.એસ.ટી. અંગે નાણામંત્રાલયે માહિતી આપતા કહ્યુ હતું કે જી.એસ.ટી. સાત ટકા વધીને 1.13 લાખ કરોડ રૂપિયા થયો છે જે અર્થવ્યવસ્થામાં સુધારણાના સંકેત છે. ફેબ્રુઆરીમાં થયેલા જી.એસ.ટી. સંગ્રહમાં સી.જી.એસ.ટી. એટલે કે કેન્દ્રનો હિસ્સો 21, 092 કરોડ રૂપિયા જ્યારે રાજ્યનાં જી.એસ.ટી.નો હિસ્સો 27, 273 કરોડ રૂપિયા અને ટોટલ જી.એસ.ટી. (આઇ.જી.એસ.ટી.)નો હિસ્સો 55, 253 કરોડ રૂપિયા રહ્યો છે. જાન્યુઆરીમાં જી.એસ.ટી. સંગ્રહ 1, 19, 875 કરોડ રૂપિયા હતો.
