કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે બજારમાં જોવા મળ્યા મોટા ઉતાર-ચઢાવ
Live TV
-
શરૂઆતી ઉછાળાબાદ તુટ્યુ બજાર-દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 811 અંક તૂટી 30 હજાર 579 અંકે જ્યારે નિફ્ટી 230 અંક તૂટી 8 હજાર 967 અંકે બંધ થયો હતો
ભારતીય શેરબજારોમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વધારો-ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 811 અંક ઘટી 30579 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 230 અંક ઘટી 8967 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, સન ફાર્મા, મારૂતિ સુઝુકી, એચયુએલ અને આઈટીસી સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.62 ટકા વધી 297.20 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.75 ટકા વધી 375.25 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા અને લાર્સન સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે
