RBI ગર્વનર શક્તિકાંત દાસ: 18 માર્ચ બાદ યસ બેન્કના ખાતાધારકો ઉપાડી શકશે નાણા
Live TV
-
ખાતાધારકોના નાણા સુરક્ષિત હોવાનો કર્યો દાવો. 18 માર્ચે સાંજે 6 વાગ્યા બાદ ખાતાધારકો ઉપાડી શકશે નાણા. જરૂર પડે RBI પણ , બેંકને કરશે સહાય.
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે , એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું , કે RBI બે બાબતો પર ધ્યાન , આપી રહી છે. પ્રથમ યસ બેંક , અને બીજી કોરોના વાયરસના કારણે અસર પામેલ માર્કેટની સ્થિતિ પર. RBIના ગવર્નરે જણાવ્યું હતું , કે યસ બેંકની પુનઃરચનાની યોજના ,, વિશ્વસનીય અને ટકાઉ બનાવવાની છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું , કે, બેંકના ખાતા ધારકોને ડરવાની જરૂર નથી. તેમના પૈસા સુરક્ષીત છે. ખાતા ધારકો 18 માર્ચ સાંજે 6 વાગ્યાથી , પોતાના પૈસા ઉપાડી શકશે.તેમણે કહ્યું કે 26 માર્ચથી બેંકનું નવું બોર્ડ , પોતાનું કામ શરૂ કરી દેશે. આ ઉપરાંત ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું , કે વિશ્વ આરોગ્ય સંગઠને , કોવિડ-19ને , વૈશ્વિક મહામારી જાહેર કરી છે , દેશમાં કોરોના વાયરસના કેસ , વધીને 114 થયાં છે
