Skip to main content
Settings Settings for Dark

કોરોના ઈફેક્ટ : ભારતીય શેરબજારમાં 3090 અંકનો શરૂઆતી કડાકો

Live TV

X
  • નિફ્ટીમાં 900 અંકનો કડાકો , લોઅર સર્કિટ વાગતા ટ્રેડિંગ કલાક માટે બંધ કરાયું

    કોરોના વાયરસની અસરને કારણે વિશ્વના બજારો પર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે..જેમાં ભારતીય શેરબજાર પણ બાકાત નથી..આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળતા રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા છે..સેન્સેક્સ 3000 કરતા વધુ અંકનો ઘટાડો જોવા મળતા રોકાણકારોમાં ચહલપહલ મચી ગઈ છે..તો નિફ્ટીમાં 900 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો..નિફ્ટીમાં સવારે 10 ટકાથી વધુનો કડાકો જોવા મળતા લોઅર સર્કિટ લાગી હતી..નિફ્ટીમાં કારોબાર 1 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો..નોંધનીય છે કે, શેરબજાર 2200 પોઈન્ટ અને નિફ્ટી 700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું. ગણતીરીની મીનિટોમાં જ સેન્સેક્સમાં 3200 અને નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બજારો 10 ટકા તૂટ્યા હોવાથી 1 કલાક માટે ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, શેરબજારમાં 10 ટકા અથવા તેથી વધુ ઘટાડો આવે તો તેને લોઅર સર્કિટ કહેવામાં આવે છે અને તેના કારણે ટ્રેડિંગ થોડો સમય રોકી દેવામાં આવે છે.અમેરિકાના શેરબજાર ડાઉજોન્સમાં પણ લોઅર સર્કિટ લાગી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply