Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારી હોવા છતાં KVIC ઇન્ડસ્ટ્રીઝમાં 2020-21માં સૌથી વધુ ટર્નઓવર નોંધાયો

Live TV

X
  • ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશને કોવીડ -19 રોગચાળો હોવા છતાં 2020-21માં સૌથી વધુ ટર્નઓવર નોંધાયો છે. માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયે કહ્યું કે, KVICએ 95 હજાર 700 કરોડ રૂપિયાના કુલ વાર્ષિક ટર્નઓવરની નોંધણી કરી છે.

    મંત્રાલયે કહ્યું કે, KVICએ દેશવ્યાપી લોકડાઉન છતાં પાછલા વર્ષની તુલનામાં 7.71 ટકાનો વધારો નોંધાયો છે. KVICના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન લોકોએ 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના કોલને ઉત્સાહભેર આવકાર્યો હતો. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન, KVICનું મુખ્ય ધ્યાન કારીગરો અને બેરોજગાર યુવાનો માટે ટકાઉ રોજગારીનું સર્જન હતું.

    તેમણે ઉમેર્યું કે, આર્થિક તંગીનો સામનો કરી, મોટી સંખ્યામાં યુવાનોએ પ્રધાનમંત્રી રોજગાર જનરેશન પ્રોગ્રામ અંતર્ગત સ્વરોજગાર અને ઉત્પાદન પ્રવૃત્તિઓ હાથ ધરી જેણે ગ્રામ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply