કોરોના વાયરસની અસર: સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઈન્ટનો કડાકો
Live TV
-
છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.આજે માર્કેટ એક હજારથી વધુ પોઈન્ટનો કડાકા સાથે ખુલ્યું હતું.જેના કારણે શેરધારકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું.સતત માઈન્સમાં ચાલતા માર્કેટમાં મોટું ગાબડુ પડતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું.ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે વૈશ્વિક વેપારને અસર પડી છે.કોરોનાને કારણે અમેરિકા અને ચીન વચ્ચે થતો વેપાર મંદ પડી ગયો છે.જેની અસર વૈશ્વિક બજારમાં થઈ છે.ભારતીય માર્કેટમાં મંદી માટે આ જ કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
