સરકારને જીએસટી થકી એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ.
Live TV
-
સરકારને ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર - જીએસટી થકી એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
જે ગયા વર્ષના ફેબ્રુઆરી માસની આવક કરતાં આઠ ટકાનો વધારો દર્શાવે છે. જીએસટીની કુલ આવક પૈકી કેન્દ્રીય જીએસટીની આવક 20 હજાર કરોડ રૂપિયાથી વધુ જ્યારે રાજ્ય જીએસટીની આવક 27 હજાર કરોડ રૂપિયાથી વધુ અને સંકલિત જીએસટીની આવક 48 હજાર કરોડ રૂપિયાથી વધુની થઈ છે. નાણામંત્રાલયે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં ઘરઆંગણાના વ્યવહારો થકી જીએસટીની થયેલી આવાક ગત વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ 12 ટકાનો વધારો દર્શાવે છે.
