ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે પણ રહ્યું રેડ ઝોનમાં
Live TV
-
દિવસભર ચઢાવ -ઉતાર બાદ અંતે સેન્સેક્સમાં નોંધાયો 143 પોઇન્ટનો ઘટાડો તો, નિફટી 45 પોઈન્ટના ઘટાડા સાથે 11 હજાર 633 પર રહ્યો ક્લોઝ, ડોલર સામે રૂપિયો પણ રહ્યો નબળો, ક્રૂડ ઓઇલ પણ રહ્યું લાલ નિશાન પર
શેરબજારમાં આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. સવારે શેરબજાર ખુલતાની સાથે જ ગગડ્યું હતું. જેમાં સેન્સેક્સ 350 પોઇન્ટ, તો નિફ્ટી પણ સો પોઇન્ટથી વધુ ગગડ્યો હતો. દિવસના અંતે પણ શેરબજાર ઘટાડા સાથે જ બંધ થયું હતું. જેમાં સેન્સેક્સ 143.30 અંક ઘટીને 39,745.66 પર બંધ થયો હતો. તો નિફ્ટી 45.20 અંક ઘટીને 11,633.30 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન મિડિયા કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
