ગુજરાતના ધોરાજીની ડુંગળીની બાંગ્લાદેશમાં નિકાસ, વેપારી-ખેડૂતોના લાભ
Live TV
-
ધોરાજી, ઉપલેટા અને ગોંડલના ડુંગળી ઉગાડતા ખેડૂતો અને વેપારીઓને ઘણો લાભ થશે
દર વર્ષે ડુંગળી ખેડૂતોને રડાવે પરંતુ આ વખતે કેન્દ્ર સરકાર તેમજ રેલ્વે બોર્ડના પ્રયત્નોથી ધોરાજી, ઉપલેટા, પાનેલી. તથા આજુ બાજુના ગામોમાં થતી ડુંગળીની નિકાસ માટે માલ ગાડી શરૂ કરવા માં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત રેલવે સ્ટેશનથી પહેલીવાર બાંગ્લાદેશમાં મોકલવામાં આવી. આ વ્યવસ્થા અમલમાં આવતાં હવે ધોરાજી, ઉપલેટા અને ગોંડલના ડુંગળી ઉગાડતા ખેડૂતો અને વેપારીઓને ઘણો લાભ થશે. પશ્મિમ રેલવે હેઠળ ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા ધોરાજીથી ગઇકાલે બાંગ્લાદેશના દર્શના સ્ટેશન પર આશરે ૪૫ હજાર ગુણી ડુંગળીની નિકાસ માટે લોડીંગ કરવા આવ્યું છે.
એમના સહયોગ માં રાજકોટ શીંગાળા કારટિંગ એન્જસી પેઢી વતી પ્રદીપ ભાઈ શીંગાળા( માકૃતિયા), ભાવિન ભાઈ શીંગાળા( માંકૃતિયા) દ્વારા ભાવનગર ડિવિઝન માં ઉચ્ચ રજુવાત કરવા મા આવી હતી. જેના સહયોગ માં ભાવનગર ડિવિઝનલ મેનેજર સાહેબ શ્રી, પ્રતીક ગોસ્વામી, રેલવે કોમર્શિયલ મેનજર શ્રી, વિરેન્દ્ર કુમાર ટેલર , ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર શ્રી, આશીસ ધનિયા તથા ધોરાજી સ્ટેશન માસ્ટર શ્રી, આર.એમ ચંદ્રાણી, અનિલ કુમાર, હનુમાન રામ તથા જૂનાગઢ રેવલે માલ બાબુ પંકજ ભાઈ તથા ટી.આઈ સાહેબ મિશ્રા જી. તથા સી.એમ.આઈ . વિલાસ વ્યાસ સાહેબ,અને અન્ય લોકો ના સહયોગ અને મહેનત રંગ લાવ્યું હતું અને ધોરાજી માટે આશરે રુપિયા 45 લાખ રુપિયા નું આવક થઈ હતી આવનારા દિવસો માં ખેડૂત માટે સારા સમાચાર આવ્યા છે અને ડુંગરી ના નિકાલ માટે રેલ માર્ગ અત્યંત સસ્તો છે અને આવતા દિવસો મા પણ ઘઉં પાક ના બહાર અને સાઉથ સાઈડ ના સ્ટેશન પર નિકાસ માટે માર્ગ આસન બનશે.
એક દિવસ પહેલા જ રેલવેમંત્રીએ ધોરાજીની ડુંગળીની નિકાસ અંગે ટ્વીટર પર ટ્વીટ કર્યુ હતુ..તેમણે લખ્યુ હતુ કે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા માટે કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવાનો પ્રસ્તાવ..ભારતીય રેલવેએ ગુજરાતના રાજકોટના ધોરાજીની ડુંગળી બાંગ્લાદેશ પહોંચાડી રહ્યુ છે
