ભારતીય શેર બજાર દિવસના અંતે કડાકા સાથે બંધ
Live TV
-
દિવસના અંતે સેન્સેક્સ 335 પોઇન્ટના ઘટાડા સાથે 37 હજાર 736 પર બંધ રહ્યો હતો.જયારે NSEનો નિફટી 101 પોઇન્ટના ઘટાડા સાથે 11 હજાર 102 પર બંધ થયો
કારોબારી સપ્તાહના ચોથા દિવસે વધારા સાથે ખૂલેલું ભારતીય શેર બજાર દિવસના અંતે કડાકા સાથે બંધ થયું હતું.દિવસના અંતે સેન્સેક્સ 335 પોઇન્ટના ઘટાડા સાથે 37 હજાર 736 પર બંધ રહ્યો હતો.જયારે NSEનો નિફટી 101 પોઇન્ટના ઘટાડા સાથે 11 હજાર 102 પર બંધ થયો હતો.સાથે સોના-ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો.કાચા તેલના શેર પણ 37 પોઇન્ટના ઘટાડા સાથે 3 હજાર 55 પર કારોબાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારમાં સવારથી ભારે વેચવાલીનો માહોલ ચાલી રહ્યો છે.સવારે માર્કેટ 200 જેટલા પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું.જેના કારણે શેરધારકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.અને મોટા પાયે વેચવાલી થઈ હતી.પરંતુ ત્યારબાદ માર્કેટમાં થોડું મંદીનું મોજુ આવતા સેન્સેક્સ ઘટવા લાગ્યો હતો.
