ચાર દિવસના ધોવાણ બાદ આજે શેર બજારમાં રોનક પરત, BSE 1,627 પોઇન્ટના વધારા સાથે 29,915 પર બંધ
Live TV
-
કોરોના વાયરસના વૈશ્વિક જોખમને પગલે છેલ્લાં 4 દિવસથી શેર બજાર સતત તુટી રહ્યુ હતુ, પણ ચાર દિવસના ધોવાણ બાદ આજે શેર બજારમાં રોનક પરત આવતા રોકાણકારોમાં આનંદ જોવા મળ્યો હતો. કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પણ અમેરિકન શેરબજારમાં તેજી શરૂ થતા તેની અસર ભારતના બીએસઇ અને નીફ્ટીમાં પણ જોવા મળી હતી. જેમાં આજે બીએસઇ 1,627 પોઇન્ટના વધારા સાથે 29,915 પર બંધ રહ્યો હતો. ખાસ કરીને બેંકોના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. તો નીફ્ટી પણ 486 પોઇન્ટના વધારા સાથે 8,750 પર બંધ રહ્યો હતો.
