ભારતીય રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચેની સપાટીએ, સેન્સેક્સમાં 581 અંકનો ઘટાડો
Live TV
-
શેરબજારમાં ફરી એકવાર કોરોના ઈફેક્ટને પગલે ભારે ઉથલપાથલ જોવા મળી છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ NSEનો નિફ્ટી આશરે 4 વર્ષના સૌથી નીચેના તળીયે પહોંચી ગયો હતો. તો દિવસના અંતે પણ સેંસેક્સ 581.28 અંક તુટીને 28,288.23 પર અને નિફ્ટી 205.35 અંક તુટીને 8263.45 પર બંધ થયો હતો. HDFC બેંક,રિલાયન્સ, ICICI બેંક પર સૌથી વધારે દબાણ જોવા મળ્યું. 1 મહિનામાં બેંક નિફ્ટી આશરે 40 ટકા સુધી તુટ્યો છે. બીજી તરફ મજબૂત શેરમાં પણ જોરદાર વેચવાલી નિકળી છે. ભારતીય રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચેની સપાટીએ પહોંચતા પહેલીવાર એક ડોલરનો ભાવ 75 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
