Skip to main content
Settings Settings for Dark

ચોમાસુ સત્રનો આજે 5મો દિવસ, નાણામંત્રી મહત્વના બિલ કરશે રજૂ

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રના પાંચમા દિવસે આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ લોકસભામાં મહત્વપૂર્ણ બિલ કરશે રજૂ-ફેક્ટરીંગ રેગ્યુલેશન એક્ટ 2011 અને ક્વોલિફાઈડ ફાઈન્સિયલ કોન્ટ્રાક્ટ બિલ 2020 કરાશે રજૂ.

    સંસદના ચોમાસુ સત્રના પાંચમા દિવસે આજે રાજ્યસભામાં સેલરીઝ એન્ડ એલાઉન્સિસ ઓફ મિનિસ્ટર્સ એમેન્ડમેન્ટ બીલ 2020 વિચારણાસહ પસાર કરવા સુચિબદ્ધ છે. હોમિયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ -2020 અને ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ-2020 પણ વિચારણાસહ પસાર કરવા માટે લિસ્ટેડ છે.

    રાજ્યસભામાં આજે આ બંને વિધયક વિશે ચર્ચા થયા બાદ ડૉ. હર્ષવર્ધને ચર્ચાનો જવાબ આપ્યો હતો. વટહુકમના રૂપમાં પેશ થયેલા આ બંને વિધેયકનો વિરોધપક્ષો વિરોધ કરી રહ્યા છે.

    બંને ખરડા વિરૃદ્ધ વિરોધપક્ષ વૈધાનિક વિકલ્પ પણ રજૂ કરશે. આ ઉપરાંત ઇનસોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી દ્વિતીય સુધારા વિધેયક પણ રાજ્યસભામાં સુચિબદ્ધ છે. આ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા ઇન્ડિયન ટેકનોલોજી ઇનસ્ટીટ્યુટ એમેન઼્મેન્ટ બીલ-2020 પણ રાજ્યસભામાં સુચિબદ્ધ છે.

    લોકસભામાં આજે કરવેરા પ્રણાલી અને કેટલાક અન્ય કાયદાઓમાં ફેરફાર સંબંધી વિધેયક રજૂ થશે. તે ઉપરાંત વર્ષ 2020-21ની પ્રથમ ગ્રાન્ટની માગણીઓ પણ પસાર થવા માટે સુચિબદ્ધ છે. નાણામંત્રાલય સંબંધી ત્રણ મહત્વના વિધેયક પણ સુચિબદ્ધ છે.

    નાણામંત્રી નિર્મલા સીતારમણ ફેક્ટરિંગ રેગ્યુલેશન એક્ટ 2011 અને ક્વોલિફાઇડ ફાઇનાન્સિઅલ કોન્ટ્રાક્ટ બીલ -2020 લોકસભામાં રજૂ કરશે. કંપની કાયદા સુધારા સંબંધી વિધેયકનો પણ આમાં સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply