જૂનાગઢમાં લઘુ ઉધોગના વિકાસ માટે યોજાયો માર્ગદર્શન સેમિનાર
Live TV
-
જૂનાગઢમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સી.ઈ.ડી ગાંધીનગર અને લઘુ ઉદ્યોગ ભારતી જૂનાગઢ તથા ફેક્ટરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઔધોગિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જૂનાગઢ પાસે મોટા ઉદ્યોગો નથી પરંતુ લઘુ ઉદ્યોગ માટે ખેતીવાડી અને વન-વિભાગ તથા ભરપૂર ખનીજ સંપત્તિ હોવાથી તેના દ્રારા આગળ વધીને સરકારના આધુનિક ભારતના નિર્માણમાં સહાયક બનવાના આશયથી અભ્યાસ અને આવડતથી ઉદ્યોગ સ્થાપી શકાય છે. સર્વિસ માંગનાર નહિ પણ સર્વિસ આપનારની ભૂમિકા ભજવવા માટે યુવાનોને સરકારની ઔદ્યોગિક નીતિ, વિવિધ યોજના, બેન્કિંગ યોજના અને મુક્ત અર્થતંત્રના સફળ ઉદ્યોગપતિ બનવા માટે શુ કરી શકાય ? તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ ટેક્સ, વેટ, જીએસટીના વિશેની યોગ્ય સમજ આપીને સરકારના રોલ મોડેલ ગુજરાતને આગળ આવીને મેક ઈન ઇન્ડિયાનું સપનું સાકાર કરવા અપીલ કરી હતી. તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના લાલજીભાઈએ જણાવ્યું હતું કે વાજપાઇ સરકારે એમ.એસ.એમ.ઈની સ્થાપના કરીને લઘુઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ મોદી સરકાર તેને વેગ આપી રહી છે. તેમજ સરકારના સહિયોગથી ભારતને નવી ઉંચાઈએ લઇ જાવા માટેનો સંકલ્પ કર્યો હતો.