PNB કૌભાંડ : નીરવ અને ચોક્સી વિરૂદ્ધ બિન જામીનપાત્ર વૉરંટ જાહેર
Live TV
-
પંજાબ નેશનલ બેંકના 12 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું કૌભાંડ આચરી વિદેશમાં ફરાર થયેલા મુખ્ય આરોપી નિરવ મોદી તથા મુકુલ ચોક્સી સામે મુંબઈની વિશેષ અદાલતે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યા છે.
અદાલતે, પ્રવર્તમાન નિદેશાલયના વિશેષ વકીલે અદાલત સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 15મી ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઈડી દ્વારા ત્રણ વખત સમન્સ પાઠવ્યા છતાં નિરવ મોદી એક પણ વખત હાજર રહ્યા નથી. સાથે જ આ કૌભાંડ અંગે સાત દેશોને નિરવ મોદીના કૌભાંડ માટેના પત્રો પાઠવવા માટેની મંજૂરી પણ આપવામાં આવી છે.