સેન્સેક્સમાં 300 પૉઇન્ટનો કડાકો, સ્મૉલ અને મિડ કેપમાં ભારે વેચવાલી
Live TV
-
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.1 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા હતા. લાંબા વિકેન્ડ બાદ ખૂલેલા સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી નીચામાં 10323.9 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33653.4 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10360ની પાસે, જ્યારે સેન્સેક્સ 33750ની નજીક બંધ રહ્યા હતા.
બીએસઇના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 300.16 પૉઇન્ટ અથવા 0.88 ટકાના ઘટાડાની સાથે 33746.78ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 99.50 પૉઇન્ટ અથવા 0.95 ટકાના ઘટાડા સાથે 10358.85ના સ્તરે બંધ રહ્યો હતો.
ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ઑટો, એફએમસીજી, ઑયલ-ગેસ અને પાવર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.3 ટકાના ઘટાડા સાથે 24819ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મેટલ ઈન્ડેક્સમાં 3.3 ટકા, ઑટો ઈન્ડેક્સમાં 1.6 ટકા અને એફએમસીજી ઈન્ડેક્સમાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં થોડી ખરીદી જોવા મળી હતી.