બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીથી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજાર ગગળ્યું
Live TV
-
પીએસયુ બેન્ક 2.87 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેકસ 1.36 ટકા તો બેન્ક નિફટીમાં આવ્યો 1.49 ટકાનો ઘટાડો
મુંબઈ શેર બજારમાં સપ્તાહના બીજા દિવસ એટલે કે મંગળવારે 429 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. દિવસ ભરના કામ-કાજને અંતે મુંબઈ શેર બજારનો સૂચકાંક 429 પોઈન્ટના ઘટાડા સાથે 33,317.20 પોઈન્ટની નીચી સપાટીએ બંધ થયો હતો. તેની સાથે નિફટીમાં પણ ઘટાડો નોંધાયો હતો. નીફટી 133 પોઈન્ટ ના ઘટાડા સાથે 10,225 પોઈન્ટની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
આજના શેર બજારમાં બપોર પછીના સમયગાળામાં બેન્કિગ શેરોમાં વધારે ઘટાડો નોંધાયો હતો. જેમાં પીએસયુ બેન્ક ઇન્ડેકસ 2.87 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેકસ 1.36 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેકસ 1.32 ટકા ધટયા હતા. જયારે બેન્ક નિફટી 1.49 ટકા ગબડીને 24,448 પર બંધ થયો હતો. તદ્ઉપરાંત આજની બજારમાં જોઇએ તો, એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેકસ 2.27 ટકા, ઓટો 1.37 ટકા, ફાર્માં 1.20 ટકા, આઇટી 1.18 ટકા, એફએમસીજી 1 ટકા, ઇન્ફ્રા 1.32 ટકા અને એનર્જી 0.76 ટકા ધટયો હતો.