શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો
Live TV
-
શેરબજારમાં સતત ત્રીજા દિવસે બેન્ક શેરોમાં વેચવાલી ચાલી રહી છે. ત્યારે સેન્સેકસ 200 અંક ઘટીને 3 માસના નીચા સ્તરે પહોચ્યો.
શેરબજારમાં સતત ત્રીજા દિવસે બેન્ક શેરોમાં ઘટાડો નોધાયો હતો. જેમાં સેન્સેકસ સવારે 37 અંક ઘટીને 33,279 પર ખુલ્યો હતો. જયારે બપોરના સમયે 192 અંકના સાથે 33,124 પર ચાલ્યો હતો. સેન્સેકસ 3 માસના સમય બાદ આટલો નીચે ગયો હતો. નિફટી 70 પોઇન્ટ ઘટીને 10,178 પર ટ્રેડ થયો હતો. સરકારી બેન્કના શેરોમાં જોરદાર વેચવાલીથી PSU બેન્ક ઇન્ડેકસ 3.42 ટકા તૂટયો હતો. જયારે SBI 3 ટકા ગબડયો હતો. તેમજ ICICI બેન્ક , રિલાયન્સ, HDFC બેન્ક, એલએન્ડટી અને ભારતીય એરટેલના શેરોમાં 3.26 ટકાથી લઇને 0.71 ટકામાં ઘટાડો આવ્યો હતો.