તામિલનાડુ સરકારે તૂતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટને હંમેશ માટે બંધ કરવાનો આદેશ
Live TV
-
ભારતમાં કોપર પ્રોડક્શનની ભાગીદારી અંદાજે 40 ટકા હતી, એવામાં આ પ્લાન્ટ બંધ થશે તો દેશને અંદાજે 800 નાના-મોટા ઉદ્યોગો પર અસર પહોંચશે. આ સિવાય 50 હજાર નોકરી ગુમાવવાનો વારો આવશે.
તામિલનાડુ સરકારે સોમવારે તૂતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટને હંમેશ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ પ્લાન્ટ બંધ થવાથી હજારો લોકો બેરોજગાર થઇ શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે આ પ્લાન્ટમાંથી ભારતમાં કોપર પ્રોડક્શનની ભાગીદારી અંદાજે 40 ટકા હતી, એવામાં આ પ્લાન્ટ બંધ થશે તો દેશને અંદાજે 800 નાના-મોટા ઉદ્યોગો પર અસર પહોંચશે. આ સિવાય 50 હજાર નોકરી ગુમાવવાનો વારો આવશે.
સ્ટરલાઇટ પ્લાન્ટ બંધ થયા પહેલા માત્ર વાયર બનાવતા વાઇન્ડિંગ વાયર યુનિટ અને ટ્રાંસફોર્મર મેન્યૂફેક્ચરરના વેપાર પર સૌથી વધુ અસર પડશે. આ યુનિટ દેશના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં છે, એટલું જ નહીં વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટ બંધ થવાની અસર ભારતના કોપર નિર્યાત પર પણ અસર પડી શકે છે. તૂતીકોરિનના આ પ્લાન્ટમાંથી અંદાજે 1.6 લાખ ટન કોપર આતંરરાષ્ટ્રિય બજારમાં વેચવામાં આવતું હતું, રેટિંગ એજન્સી આઇસીઆરએના એપ્રિલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશમાં કોપરની અછર છેલ્લા પાંચ વર્ષમાં ઝડપથી વધી રહી છે અને હાલ સ્થાનિક માગમાં દર વર્ષે 7-8 ટકાની વૃદ્ધિ થઇ છે.
વેદાંતા લિમિટેડ દ્રારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સ્ટરલાઇટ કોપર પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે, અમે સરકારના ઓર્ડર વાચ્યા પછી કોઇ નિર્ણય પર આવીશું.
ઉલ્લેખનીય છે કે વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટનો વિરોધ આ વર્ષે માર્ચમાં શરૂ થયો હતો, જ્યારે કંપનીએ કહ્યું હતું કે તેઓ પોતાનું ઉત્પાદન 4 લાખ ટનથી વધારીને 8 લાખ ટન પ્રતિ વર્ષ કરશે, ત્યારબાદ 29 માર્ચે મેન્ટેનન્સ માટે પ્લાન્ટને 15 દિવસ બંધ કરવામાં આવ્યો. જો કે પ્લાન્ટ 6 જુન સુધી બંધ રહ્યો કારણ કે તામિલનાડુ પ્રદુષણ બોર્ડે પરિણામના નિયમોનું પાલન ન કરવાના કારણે ફરી શરૂ કરવાની મંજૂરી આપી નહીં. તૂતીકોરિનમાં આ પ્લાન્ટ વિરુદ્ધ મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું હતું. થોડા સમય પહેલા જ અચાનક હિંસક દેખાવ બાદ પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી જેમાં 13 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિંસા ભડક્યા બાદ અહીં 144ની કલમ લાગુ કરવામાં આવી હતી.