પેટ્રોલ 5, ડીઝલ 7 પૈસા સસ્તું, બીજા દિવસે સામાન્ય ઘટાડો
Live TV
-
ચારેય મહાનગરોમાં પેટ્રોલ સાત પૈસા અને ડીઝલ પાંચ પૈસા સસ્તું કરવામાં આવ્યું.
પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત બીજા દિવસે ઓછી થઇ છે. ચારેય મહાનગરોમાં પેટ્રોલ સાત પૈસા અને ડીઝલ પાંચ પૈસા સસ્તું કરવામાં આવ્યું છે. તેમાં સૌથી ઓછી કિંમત દિલ્હીમાં છે. ગુરૂવારે અહીંયા પેટ્રોલ 78.35 રૂપિયા અને 69.25 રૂપિયા પ્રતિ લીટર રહેશે. આ પહેલા 16 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ ચાર રૂપિયા અને ડીઝલની કિંમતમાં 3.62 રૂપિયાનો ઉછાળ આવ્યો હતો. બુધવારે ઇન્ડિયન ઓઇલે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફક્ત 1-1 પૈસાનો ઘટાડો થયો હતો. તેના પર વિપક્ષે સરકારની આકરી ટીકા કરી હતી.
17 દિવસ પછી પેટ્રોલ 7 પૈસા સસ્તું
શહેર ગુરૂવારે પેટ્રોલ 30 મેના રોજ ભાવ
દિલ્હી 78.35 રૂપિયા 78.42 રૂપિયા
કોલકાતા 80.98 રૂપિયા 81.05 રૂપિયા
મુંબઈ 86.16 રૂપિયા 86.23 રૂપિયા
ચેન્નાઈ 81.35 રૂપિયા 81.42 રૂપિયા17 દિવસ પછી ડીઝલ 5 પૈસા સસ્તું
શહેર ગુરૂવારે ડીઝલ 30 મેના રોજ ભાવ
દિલ્હી 69.25 રૂપિયા 69.30 રૂપિયા
કોલકાતા 71.80 રૂપિયા 71.85 રૂપિયા
મુંબઈ 73.73 રૂપિયા 73.78 રૂપિયા
ચેન્નાઈ 73.12 રૂપિયા 73.17 રૂપિયા