પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત 16માં દિવસે વધારો
Live TV
-
દિલ્હીમાં સીએનએજીનો ભાવમાં 1.36 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં દરબરોજ ભાવવધારા સાથે હવે સીએનજીમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સીએનએજીનો ભાવમાં 1.36 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે પોતાના નિવેદનમાં કહ્યું કે રૂપિયામાં ઘટાડો અને પ્રાકૃતિક ગેસની કિંમતોમાં થયેલા વધારાના કારણે કાચા માલની કિંમતોમાં ખર્ચો વધી ગયો છે જેના લીધે અમારે સીએનજીમાં વધારો કરવો પડ્યો છે. જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત 16મા દિવસે વધારો થયો છે.
પેટ્રોલમાં 16 પૈસા અને ડિઝલમાં 14 પૈસા મોંઘું થયું છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 78.43 રૂપિયા અને મુંબઈમાં 86.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે દિલ્હીમાં ડિઝલ 69.31 પ્રતિ લીટર અને મુંબઈમાં 73.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
સોમવારે મધ્યરાત્રિથી દિલ્હીમાં સીએનજી 41.97 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે દિલ્હીના આસપાસના વિસ્તારો જેવા કે, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં સીએનજીની કિંમત 1.55 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવવધારા સાથે 48.60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.
આઈજીએલે કહ્યું કે, ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિના કારણે સીએનજીની કિંમતોમાં વધારો કરવો જરૂરી હતો. આઈજીએલે કહ્યું કે, રાત્રે 12.30 વાગ્યાથી સવારે 5.30 વાગ્યા સુધી અમુક આઉટલેટ્સ પર સીએનજીના વેચાણ કિંમતમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં છૂટ ચાલું રહી હતી. આ રીતે રાત્રે 12.30 વાગ્યાથી સવારે 5.30 વાગ્યા સુધી દિલ્હીમાં સીએનજીની કિંમત 40.47 રૂપિયા અને નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં 47.10 રૂપિયા કિલોગ્રામ ભાવ રહ્યો હતો.