શેરબજારમાં તેજી : સેન્સેક્સએ વટાવી 35 હજારની સપાટી
Live TV
-
જસ્ટ ડાયલ 20.30%, જમ્મુ-કાશ્મીર બેંક 9.34% અને ઓરિએન્ટલ બેંકમાં 8.65% નો ઉછાળો નોંધાયો હતો જ્યારે પીસીજ્વેલર્સ 7.30%, અવન્તી ફીડ 6.78% અને એનઆઈઆઈટીમાં 4.77%નો ઘટાડો નોંધાયો હતો.
ઘરેલુ શેરમાર્કેટમાં સપ્તાહના પ્રથમ દિવસે જબરજસ્ત તેજી જોવા મળી હતી. કાચા તેલની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે તેલ કંપનીઓના શેરની સાથેસાથે ફાર્મા તેમજ બેંક શેરમાં પણ મજબૂત બિઝનેસ જોવા મળ્યો. દિગ્ગજ કંપનીઓમાં ખરીદીના ટ્રેન્ડના કારણે સેન્સેક્સ 240.61 અંક વધીને 35,165.48 ના ઉછાળા સાથે 0.69 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 85.50 અંક વધીને 10,688.65ના વધારા સાથે 0.79 ટકાનો ઉઠાળો જોવા મળ્યો હતો.
માર્કેટની તેજીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ લગભગ 1.5 ટકા સુધી ઉછળીને 16,119ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ પણ અંદાજે 1.5 ટકાના વધારા સાથે 19,051ના સ્તર પર બંધ થયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 1.5 ટકાથી વધારે મજબૂત થઈને 17,426ના સ્તર પર બંધ થયો છે.