Skip to main content
Settings Settings for Dark

પારદર્શિતા લાવવા સરકારે ઇ- કોમર્સના નિયમોમાં સુધારાની દરખાસ્ત કરી

Live TV

X
  • કેન્દ્ર સરકારે ઓનલાઇન માર્કેટિંગ પ્લેટફોર્મમાં પારદર્શિતા લાવવા અને પ્રચલિત અયોગ્ય વેપાર વ્યવહારને કાબૂમાં કરવા ઇ-કોમર્સના નિયમોમાં સુધારાની દરખાસ્ત કરી છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને બજારમાં મુક્ત અને નિષ્પક્ષ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા સરકારે ગ્રાહક સુરક્ષા ઇ- કોમર્સ નિયમો, 2020માં સૂચિત સુધારાઓનો મુદ્દો મુક્યો છે. સૂચિત નિયમો અનુસાર, કાયદા અને નિયમોની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે નોડલ અધિકારી, નિવાસી ફરિયાદ અધિકારી અને અન્ય અધિકારીઓની નિમણૂક કરવાની રહેશે. નોંધણી નંબરની ફાળવણી માટે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ સાથે દરેક ઇ-કોમર્સની નોંધણી માટે એક માળખું મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નોંધણી નંબર વેબસાઇટ પર તેમજ દરેક ઓર્ડર પર પ્રદર્શિત થશે. 

    સરકારે ખોટી રીતે વેચવા પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં સંસ્થાઓ માહિતી ખોટી રીતે રજૂ કરીને માલ અથવા સેવાઓ વેચે છે. ઇ- કોમર્સ પ્લેટફોર્મ પર ખરીદતા ઉત્પાદનો વિશે ગ્રાહકો જાગૃત છે; તેની ખાતરી કરવા માટે, ગ્રાહકોને નિર્ણય લેવા સક્ષમ બનાવવા માટે, બધા વેચાણકર્તાઓએ ઉલ્લેખ કરવો પડશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, પરંપરાગત ઇ-કોમર્સ વેચાણ પર પ્રતિબંધ નથી, પરંતુ ચોક્કસ તાકીદનું વેચાણ અથવા બેક ટુ બેક સેલ્સ જે ગ્રાહકની પસંદગીને મર્યાદિત કરે છે તેમજ કિંમતમાં વધારો કરે છે. કેન્દ્ર દ્વારા 6 જુલાઇ સુધી આ સુધારા અંગેના અભિપ્રાયો અને સૂચનો માંગવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply