બોરિયાચની મહિલા ખેડૂત વાવાઝોડાથી પડેલી કેરીમાંથી અથાણાં બનાવી વેચાણ દ્વારા બન્યા આત્મનિર્ભર
Live TV
-
રાજ્યમાં આવેલ 'તાઉ-તે' વાવાઝોડાની અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. વાવાઝોડાને પરિણામે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે જીલ્લામાં લાખો મણ કેરીનો પાક બગડતા ખેડૂતોને નુકસાન થયું છે. જો કે, જિલ્લાની બોરિયાચ ગામની મહિલા ખેડૂત ભૌઉનીતા પટેલે આ આફતને અવસરમાં પલટી છે. વાવાઝોડાથી ખરી પડેલી કેરીમાંથી અથાણાં બનાવી, તેના વેચાણ દ્વારા તેઓ આત્મનિર્ભર બન્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વાવાઝોડાને કારણે થયેલા નુકસાન માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.. જેમાં ખેડૂતોને થયેલા નુકસાનને સરભર કરવા માટે ગ્રામીણ તથા શહેરી મહિલાઓ માટે ફળો, શાકભાજીની જાળવણી તથા અથાણાં બનાવી મૂલ્યવર્ધન કરવા સૂચન કરાયું હતું. જેમાંથી પ્રેરણા લઇને બોરિયાચ ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂતે પાંચ બહેનોનું જૂથ બનાવ્યું હતું. આ જૂથ દ્વારા પડી ગયેલી કેરીઓમાંથી વિવિધ પ્રકારના અથાણા, કેરીની ચિપ્સ, આમચૂર પાવડર વગેરે વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરીને તેઓ આત્મનિર્ભર બની રહ્યાં છે.
