વાવાઝોડાના કારણે રાજ્યના 2500 જેટલા મોટા ઈંટ ઉત્પાકોને ઘણું નુકસાન
Live TV
-
તાઉ-તે વાવાઝોડાના કારણે રાજ્યના પચ્ચીસ સો જેટલા મોટા ઈંટ ઉત્પાકોને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ફેડરેશને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ પાસે સહાયની માગ કરી છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે ઈંટોનું ઉત્પાદન બે મહિના મોડું શરૂ થયું હતું. હજી તો માત્ર 40 ટકા ઈંટનું ઉત્પાદન થયું હતું. અને તેમાં પણ તાઉ-તે વાવાઝોડાના કારણે પડેલા વરસાદથી ઈંટ ઉત્પાદકોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
