સેનસેક્સ 700 પોઇન્ટ વધીને 50 હજાર 267 પોઇન્ટ સુધી પહોંચ્યો
Live TV
-
આજે શેરબજારમાં બેન્કિંગ સેક્ટરમાં આવેલી હકારાત્મક અસરની નોંધ જોવા મળી હતી. જેમાં સેનસેક્સ 700 પોઇન્ટ વધીને 50 હજાર 267 પોઇન્ટ સુધી પહોચ્યો હતો. આજે મુખ્યત્વે તમામ બેન્કિંગ સેક્ટર્સના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. તો ફાર્માસિટીકલ કંપનીઓની કામગીરીને લઇને પણ હકારાત્મક અસર જોવા મળી હતી. જ્યારે નિફ્ટી પણ 15 હજારની સપાટીને પાર કરી 15 હજાર 98 પર પહોંચ્યો. આમ શેરબજારમાં ઘણા સમય પછી ફરીથી તેજીનો માહોલ આવતા રોકાણ કારો ખુશ થયા છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ સ્થિતિ રહેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
