ભારતનો વિકાસદર વર્ષ 2018માં 7.6 ટકા રહેવાનું અનુમાન લગાવતી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ
Live TV
-
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અનુમાન લગાવ્યું છે કે ભારતનો વિકાસદર વર્ષ 2018માં 7.6 ટકા રહેશે જ્યારે વર્ષ 2019માં 7.5 ટકા રહેશે. વધુમાં જણાવ્યું છે કે વર્ષ 2016માં ,વિમુદ્રિકરણ અને જીએસટી બાદ અર્થવ્યવસ્થામાં આર્થિક સુધારાનાં સંકેત સામે આવ્યા છે. 2016ના વિમુદ્રિકરણનો નકારાત્મક પ્રભાવ જ્યારે જીએસટી સંબંધિત આર્થિક વ્યવસ્થામાં સુધારાના સંકેત છે.મૂડીઝે જણાવ્યું છે કે વર્ષ 2018-19ના બજેટમાં પણ એવા કેટલાંક ઉપાયો આપ્યા છે જેમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાને સ્થિર કરી શકાય જે વિમુદ્રિકરણના કારણે પ્રભાવિત થઇ હતી ,અને જેમાં સુધારાની જરૂર હતી.