Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં થઈ રહેલો વધારો

Live TV

X
  • સરકારના બાગાયત ખેતીના પ્રોત્સાહક અભિગમના પગલે મહીસાગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા કંપા ગામના યુવા ખેડૂત અર્પિત પટેલે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી છૂટા ફૂલોની બાગાયતી ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યા છે.  આ અગાઉ તેઓ તેમની પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ તેમાં મજૂરી ખર્ચ વધુ અને ઉપજ ઓછી હોવાના કારણે આર્થિક રીતે ખેતી પરવડતી નહોતી.  યુવા શિક્ષિત ખેડૂત બાગાયત વિભાગના સંપર્કમાં આવી સેમીનાર અને રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસોમાંથી બાગાયતી ખેતી પાકો તરફ પ્રેરાયા હતા. અને બાગાયતી ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમને સારી આવક થતાં બાગાયતી ખેતીના સફળ અનુભવ પછી અન્ય ખેડૂતો પણ તે તરફ પ્રેરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply