મોરબીઃ કોરોનાને પગલે સ્થાનિક બજારોમાં સુસ્તી, છત્રી-રેઈનકોટમાં પણ ઘરાકી નહીં
Live TV
-
કોરોના મહામારીને કારણે રોજગાર-ધંધાને માઠી અસર પહોંચી છે. ત્યારે મોરબીમાં પણ સિરામિક ઉદ્યોગમાં તેમજ બજારોમાં મંદી જોવા મળી રહી છે.
અનલોક-1 થી સમગ્ર રાજ્યમાં વેપારીઓને દુકાનો ખોલવા માટેની છુટ આપવામાં આવી છે. ત્યારે સિરામિક ઉદ્યોગ માટે જાણીતા મોરબી ખાતે શ્રમિકો વતન ગયા હોવાથી અહીં મોટાભાગના ધંધા-રોજગાર બંધ પડ્યા છે.
સ્થાનિક બજારોમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. વરસાદની સિઝન હોવા છતાં દર વર્ષની જેમ છત્રી કે રેઈનકોટ ખરીદવામાં પણ ઘરાકી જોવા નથી મળી રહી. જો કે વેપારીઓનુ માનવું છે કે કોઈએ પણ કામ સિવાય ઘર બહાર ન નીકળવું જોઈએ અને જો બહાર નીકળો તો સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું જોઈએ.
