Skip to main content
Settings Settings for Dark

EDએ ભાગેડુ આર્થિક આરોપી નિરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી

Live TV

X
  • ભાગેડુ હિરા ઉદ્યોગકાર અને આર્થિક આરોપી નિરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપતિ ઈડીએ જપ્ત કરી છે. એફ.ઈ.ઓ. કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

    આ પ્રકારે નીરવ મોદીની સંપતિ ટાંચમાં લેવાનો દેશમાં પ્રથમ બનાવ છે. કોર્ટ કાર્યવાહીમાંથી બચીને આબાદ ફરતાં આર્થિક આરોપીઓને અંકુશમાં લેવા માટે 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેનો કાયદો ઘડવામાં આવ્યો હતો.

    મુંબઈની એક વિશેષ અદાલતે 8 જૂનના રોજ ઈડીને આર્થિક આરોપીઓની સંપતિઓને ટાંચમાં લેવાનો અધિકાર આપ્યો હતો. નિરવ મોદીને આ જ અદાલત દ્વારા ગત વર્ષે 5 ડિસેમ્બરના રોજ આર્થિક આરોપી અને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં હતાં. નિરવ મોદી હાલ બ્રિટનની એક જેલમાં બંધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply