173 અંકના વધારા સાથે ખૂલ્યા બાદ બજાર રહ્યું સ્થિર, સેન્સેક્સ 36 હજાર 675 પર બંધ
Live TV
-
કારોબારી સપ્તાહના બીજા દિવસે બજારમાં જોવા મળી સ્થિરતા-173 અંકના વધારા સાથે ખુલ્યા બાદ સ્થિર રહ્યુ બજાર
વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતોને પગલે આજે કારોબારી સપ્તાહના બીજા દિવસે, બજારની શરૂઆત 173 અંકોના ઉછાળા સાથે થઈ હતી. જો કે ત્યાબાદ નફા વસુલી કરતા બજાર નીચે આવી ગયુ હતુ. દિવસ દરમિયાન ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો.
ત્યાર બાદ બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, એશિયન પેન્ટ્સ, મારૂતિ અને ટેક મહીન્દ્રાના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે સુઝલોન, IDBI, IGL, FLFLના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 187 અંકના ઉછાળા સાથે 36 હજાર 675 પર જ્યારે NSEનો નિફટી 36 અંકના વધારા સાથે 10 હજાર 800 પર બંધ રહ્યો હતો.
