રિઝર્લ બેંકનો આદેશ , કોઇપણ મૂલ્યના સિક્કા કે નોટ ગ્રાહક પાસેથી સ્વીકારવાનો બેન્ક ઇનકાર કરી ન શકે.
Live TV
-
કોઇપણ બેન્કની શાખા ઓછાં મૂલ્યના સિક્કા કે નોટ સ્વીકારવાનો ઇનકાર કરી ન શકે એવી સૂચના આપવામાં આવી છે, એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.આદેશનું ઉલ્લંઘન કરવામાં આવે તે સ્થિતિમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, એવી સ્પષ્ટતા રિઝર્વ બેન્કે કરી છે.
રકમ જમા કરવા અથવા તે એક્સ્ચેન્જ કરવા બેન્કના ઇન્કારને કારણે દુકાનદાર કે નાના વેપારીઓ ગ્રાહકો પાસેથી સિક્કા કે નોટ નહીં સ્વીકારશે. આથી, વ્યાપક ગેરસમજ સર્જાશે, એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. કોઇપણ મૂલ્યના નાણા કે નોટ ડિપોજિટ કરવા અથવા તો એક્સ્ચેન્જ કરવાની સૂચના તમામ બેન્કોએ પોતપોતાની શાખાઓમાં સત્વર આપવી જોઇએ એવો નિર્દેશ રિઝર્વ બેન્કે આપ્યો હતો. એક અને બે રૂપિયાના સિક્કા વજન ઉપર લેવા જોઇએ, એવી સલાહ રિઝર્વ બેન્કે આપી હતી. પોલિથીન શેશેમાં ૧૦૦ સિક્કા આપવાથી કેશિયર અને ગ્રાહક બંને માટે સગવડભર્યું બની રહેશે, એમ રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું હતું. બેન્કના કાઉન્ટર ઉપર ગ્રાહકો માટે પોલીથીન શેશે ઉપલબ્ધ કરવા જોઇએ અને બેન્કમાં તથા બેન્કની બહાર આ અંગે સૂચના મૂકવી જોઇએ, એવું સૂચન રિઝર્વ બેન્કે કર્યું હતું.આ આદેશનું પાલન નહીં કરવાની બાબતને રિઝર્વ બેન્કે જારી કરેલી સૂચનાનું ઉલ્લંગન માનવામાં આવશે અને સંબંધિત બેન્ક શાખા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, એવી સ્પષ્ટતા રિઝર્વ બેન્કે કરી હતી.