વૈશ્વિક બજારોની સાથેસાથે ભારતીય શેર માર્કેટમાં પણ કડાકો જોવા મળ્યો
Live TV
-
શેર માર્કેટમાં કોરોના વાઇરસનો કેર સ્પષ્ટ નજરે આવી રહ્યો છે. વૈશ્વિક બજારોની સાથેસાથે ભારતીય શેર માર્કેટમાં પણ કડાકો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રારંભે જ માર્કેટની શરૂઆત કડાકા સાથે થઈ હતી.સેન્સેક્સ 3 હજાર 935 અંકના ઘટાડા સાથે 25 હજાર 981 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ મોટાપાયે ઘટાડો જવો મળ્યો હતો.નિફ્ટી 1 હજાર 352 અંકના ઘટાડા સાથે 7 હજાર 610 પર બંધ થયો હતો.
મસમોટા ગાબડાને કારણે સેન્સેક્સમાં અને નિફટીમાં પણ મહિનામાં બીજીવાર લોઅર સર્કિટ લાગી હતી. માર્કેટમાં ટ્રેડિંગ 45 મીનીટ માટે બંધ કરવામાં આવ્યું હતું.જોકે 45 મિનિટ બંધ કર્યા બાદ પણ / બજારમાં ઘટાડો યથાવત જોવા મળ્યો હતો.
