શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સે 76,000 ની ઐતિહાસિક સપાટી વટાવી
Live TV
-
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સે 76,000 ની ઐતિહાસિક સપાટી વટાવી
વૈશ્વિક બજારમાંથી મળેલા પોઝિટિવ સંકેતો પાછળ ભારતીય શેરબજાર આજે જોરદાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસોમાં બજારમાં વ્યાપક લેવાલી જોવા મળી છે, જેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 200 પોઈન્ટના ઉછાળા સાથે 76000 ની મહત્વપૂર્ણ સપાટી કુદાવવામાં સફળ રહ્યો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 (Nifty-50) પણ 25 પોઈન્ટ વધીને 23900ની સપાટીને સ્પર્શી ગયો છે.
આ શેરોમાં જોવા મળ્યો તેજીનો કરંટ
બજારના આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને આદિત્ય ઇન્ફોટેક, નોવાકો વિસ્ટા,વોખાર્ટ (Wockhardt),એલ્ગી ઇક્વિપમેન્ટ્સ, ક્લિન સાયન્સ, ઓફકોન ઇન્ફ્રા, નેટવેબ ટેકનોલોજી કંપનીઓના શેરમાં મોટો ઉછાળો નોંધાયો હતો.
કોમોડિટી માર્કેટ: સોના-ચાંદીના ભાવ ગગડ્યા
એક તરફ જ્યાં શેરબજારમાં તેજીની હોળી રમાઈ રહી છે, ત્યાં બીજી તરફ સુરક્ષિત રોકાણ ગણાતી કોમોડિટીઝમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ સુધરતા અને શેરબજાર મજબૂત થતાં જ સરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે ઝવેરીઓ અને ગ્રાહકો માટે ખરીદીની નવી તક લાવી શકે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, જો ક્રૂડ ઓઈલના ભાવ કાબૂમાં રહેશે અને આંતરરાષ્ટ્રીય સરહદો પર શાંતિ જળવાઈ રહેશે, તો આગામી દિવસોમાં ભારતીય શેરબજાર નવા રેકોર્ડ હાઈ સ્તરો તરફ આગળ વધી શકે છે.
