શેરબજારમાં પ્રારંભથી ઉતાર-ચઢાવ જોવા મળ્યો
Live TV
-
ભારતીય શેરબજારની શરૂઆત આજે નજીવા ઉછાળા સાથે થઈ છે. ફાર્મા શેર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ઓટો શેર્સ ઉપર રહે છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. નિફ્ટી બેંકમાં 43564 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે અને તે ઝડપથી કારોબાર કરી રહ્યો છે.
BSE સેન્સેક્સ 61.12 પોઈન્ટ વધીને 66,084 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 16.60 પોઈન્ટના વધારા સાથે 19,828 ના સ્તર પર ખુલ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 બેન્કિંગ શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આજે શેરબજારના કામકાજમાં સવારથી નજીવો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.બજાજ ઓટો, હિરો મોટોકોર્પ, આયશર મોટર્સના શેરના ભાવમાં વધારો નોંધાયો છે. જ્યારે સીપ્લા, હિન્ડાલકોનાં શેરમાં ઘટાડો નોંધાયો છે.દરમિયાન સોનુ 61 હજાર 116...જ્યારે ચાંદી 72 હજાર 906 પર કારોબાર કરી રહ્યા છે.
