સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં 511 અંકનો ઊછાળો
Live TV
-
સપ્તાહના બીજા દિવસે આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સવારે ઉછાળા સાથે ખુલેલુ શેરબજાર સાંજે પણ ઉછાળા સાથે બંધ થયું હતું. સવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 415 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. તો નિફ્ટીએ પણ 11 હજાર 100ની સપાટી વટાવી હતી. તો દિવસના અંતે સેંસેક્સ 511 અંકના ઉછાળા સાથે 37,930 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટી પણ 140 અંકના ઉછાળા સાથે 11,162 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન દિગ્ગજ શૅરની સાથે મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.
