JIOએ ભારતમાં બનેલ 5G સિસ્ટમ બનાવી, દેશને '2G મુક્ત' બનાવવાનું લક્ષ્ય
Live TV
-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બુધવારે જણાવ્યું કે, જિયોએ ભારતમાં નિર્મિત 5G વિકસિત કર્યું છે, જેને આગામી વર્ષે ઉપયોગમાં લઈ શકાશે. જિયો કંપની દેશને '2G મુક્ત' દેશ બનાવવા માટે ગૂગલ સાથે મળીને સ્માર્ટફોન બનાવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 43મી વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, 'જિયોનું લક્ષ્ય ભારતને 2જી મુક્ત બનાવવા માંગે છે. ભારત હવે 5જી ના દરવાજે ઉભું છે. એવામાં 2જી ફોન વાપરનાર 35 કરોડથી વધુ લોકોને સસ્તો સ્માર્ટફોન મળી રહે તે માટે કંપની કામ કરશે.'
અમેરિકી કંપની ગૂગલ દ્વારા જિયો પ્લેટફોર્મમાં 7.7 ટકાની ભાગીદારી માટે 33,737 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા કરતા અંબાણીએ કહ્યું કે, જિયો અમેરિકી કંપની સાથે મળીને એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટફોન બનાવશે.
