સેન્સેક્સમાં કડાકો, બપોર સુધીમાં 300 પોઇન્ટ તૂટતા રોકાણકારોમાં ચિંતા
Live TV
-
સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકા સુધી ગગડ્યા હતા.
આજે સવારે ઉઘડતા બજારની નબળાઈની સાથે શરુઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકા સુધી ગગડ્યા હતા. નબળાઈના આ માહોલમાં નિફ્ટી 10320 ની નીચે તૂટ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં બપોર સુધીમાં 300 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નજીવી ખરીદારી જોવાને મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સવારે 0.2 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.1 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.25 ટકાની તેજી દેખાય રહી છે. હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 163 અંક એટલે કે 0.5 ટકાના ઘટાડાની સાથે 33522 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 44 અંક એટલે કે 0.4 ટકા ઘટીને 10316.5 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.