SBIની નવી Quick App, ATMને કરી શકાશે ઑન-ઑફ
Live TV
-
SBIની નવી Quick App, ATMનો તમામ કંટ્રોલ હવે ગ્રાહકોના હાથમાં રહેશે. આ સાથે જ એપમાં બેલેન્સ ચેક સહિત પિન જનરેટ કરવાની પણ સુવિધા
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ ગ્રાહકોની સુવિધામાં વધારો કર્યો છે. SBIએ એટીએમ કાર્ડધારકો માટે ક્વીક એપ લોન્ચ કરી છે, જેનાથી ગ્રાહકો પોતે એટીએમ કાર્ડને નિયંત્રણમાં રાખી શખશે. SBI Quickમાં ખાસ ફિચર્સ ઉપલબ્ધ છે, જેનાથી તમામ કંટ્રોલ કાર્ડ ધારકોના હાથમાં રહેશે. એપમાં એટીએમ કંટ્રોલ સિવાય બેલેન્સ ચેક, મિનિ સ્ટેટમેન્ટ, હોમલોનની જાણકારી સહિતની જાણકારી મેળવી શકાશે. SBIએ નવી એપની જાણકારી આપતા ટ્વીટ કર્યું છે.
સંપૂર્ણ સુરક્ષિત છે એપ
SBIની ક્વીક એપમાં તમામ સુવિધાઓ છે, જેનાથી કાર્ડધારક ATM કાર્ડને બ્લોક અથવા તો ઑન-ઑફ કરવાની સાથે ATM પિન પણ જનરેટ કરી શકશે. આ સુવિધા રજિસ્ટર મોબાઈલ નંબર પર જ ડાઉનલોડ કરી શકાશે, જેથી ગ્રાહક પોતાનું એટીએમ કાર્ડ સુરક્ષિત રાખી શકશે.અંકિત ચૌહાણ, વેબ આસિસ્ટન્ટ