સેન્સેક્સમાં 700 કરતા વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 9902 પર બંધ, SBI,સન ફાર્માના શેર ઘટ્યા
Live TV
-
ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 708 અંક ઘટીને 33538 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 214 અંક ઘટીને 9902 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એસબીઆઈ, સન ફાર્મા, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એસબીઆઈ 5.64 ટકા ઘટીને 177.20 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 5.12 ટકા ઘટીને 473.60 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, એમએન્ડએમ અને નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.49 ટકા વધીને 523.20 પર બંધ રહ્યો હતો. હીરો મોટોકોર્પ 0.73 ટકા વધી 2309.00 પર બંધ રહ્યો હતો
