સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 174 અંક વધી 52,474 પર બંધ
Live TV
-
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 174 અંક વધીને 52474 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 62 અંક વધી 15799 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 52641 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 15835 પોઈન્ટના ઓલ ટાઈમ હાઈ સુધી ગયો. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 27,281 અને સ્મોલ કેપ 9,750ની રેકોર્ડ ઉંચાઈ પર ગયો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેનું રેકોર્ડ હાઈ ક્લોઝિંગ રહ્યું.
ડૉ.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, TCSના શેરમાં વધારો નોંધાયો. સેન્સેક્સ પર ડૉ.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, TCS, ઈન્ફોસિસ, HCL ટેક સહિતના શેર વધારા સાથે બંધ રહ્યાં હતા. ડૉ.રેડ્ડી લેબ્સ 3.03 ટકા વધીને 5451.20 પર બંધ રહ્યો તથા પાવર ગ્રીડ કોર્પ 1.97 ટકા વધીને 5451.20 પર બંધ રહ્યો હતો. જોકે લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ICICI બેન્ક સહિતના શેરોમાં ઘટાડો નોંધાયો. ડૉલરમાં નબળાઈના પગલે સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી.
