1400 અંકના વધારા સાથે સેન્સેક્સે 50 હજારની સપાટી કુદાવી
Live TV
-
સવારે સેન્સેકસ 1200થી વધુ અંકના વધારા સાથે ખુલ્યો જ્યારે નિફ્ટીમાં 356 અંકના વધારા સાથે ઓપનીંગ થયુ હતુ
સામાન્ય બજેટ રજૂ થતા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં 2300 અંકના ઉછાળા બાદ આજે બીજા દિવસે પણ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે સેન્સેકસ 1200થી વધુ અંકના વધારા સાથે ખુલ્યો જ્યારે નિફ્ટીમાં 356 અંકના વધારા સાથે ઓપનીંગ થયુ હતુ.
હાલમાં સેન્સેક્સે 1400 અંકના વધારા સાથે 50 હજારની સપાટી કુદાવી 50,059ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 400 અંકના વધારા સાથે 14,697ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આજે બેંકિગ શેરોમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આઈટી અને ઑટો સેક્ટરમાં પણ સારો કારોબાર થઈ રહ્યો છે. અમેરિકા અને એશિયાઈ બજારોમાં પણ સારા સંકેતના પગલે ભારતીય શેરબજારમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
