60 પોઇન્ટ ઉછળીને 38,417 પર સેન્સેક્સ બંધ; નિફ્ટી 21 અંક વધીને 11,355 પર બંધ
Live TV
-
સપ્તાહના પ્રથમ દિવસે આજે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે શેર બજારમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. સેંસેક્સ 60 પોઈન્ટ ઉછળીને 38 હજાર 417 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 21.20 અંકના સામાન્ય ઉછાળા સાથે 11,355 પર બંધ રહ્યો હતો. શેર બજારમાં દિવસ દરમિયાન ઓટો સેક્ટરમાં તેમજ બેંકિંગ સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારથી જ લાલ નિશાનમાં કારોબાર કરી રહેલ શેર બજારમાં બપોર બાદ સામાન્ય ઉછાળો નોંધાયો હતો. સવારે સેંસેક્સ 72 અંકના સામાન્ય ઘટાડા સાથે 38 હજાર 284 પર અને નિફ્ટી 11,400 ની નીચે ખુલ્યો હતો. તો ડોલરની સામે આજે રૂપિયો પણ 20 પૈસા નબળો રહ્યો હતો. ડોલરની સામે રૂપિયો આજે 73.34 પર બંધ થયો હતો..
