BSE સેન્સેક્સ 282 અંક વધી 43,882 પર જ્યારે NSE નિફ્ટી પણ 87 અંક વધી 12,859 પર બંધ થયો
Live TV
-
આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારે ગ્રીન ઝોનમાં કારોબાર કર્યો હતો. દિવસના અંતે BSE સેન્સેક્સ 282 અંક વધી 43 હજાર 882 પર જ્યારે NSE નિફ્ટી પણ 87 અંક વધી 12 હજાર 859 પર બંધ થયો હતો. કારોબારી દરમિયાન આઈટી અને ફાઈનેંશિયલના શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે બજાજ ફિનસર્વ, ટાઈટન, ગેલ અને બજાજ ફાઈનાન્સના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ અને ONGC ના શેરોમાં મંદી જોવા મળી હતી.
