Skip to main content
Settings Settings for Dark

IT વિભાગનું ઈ-કેમ્પેઈન, નવું 26AS ફોર્મ લાગુ થવાથી કરદાતાઓને મળશે રાહત

Live TV

X
  • સમગ્ર દેશમાં ડીઝીટલ ક્રાંતિ ચાલી રહી છે ત્યારે આવકવેરા વિભાગ પણ તેમાં જોતરાયું છે. છેલ્લા કેટલાય સમયથી આવકવેરા વિભાગ ફેસલેસ પધ્ધતિ દ્વારા કરદાતાઓના પ્રશ્નોનું નિરાકરણ કરતું આવ્યું છે. હાલમાં જ આવકવેરો ભરવા માટેનું નવું ફોર્મ 26AS રજુ કરવામાં આવ્યું છે.

    ઇ વિભાગમાં કરદાતાની તમામ મોટી નાણાકીય લેવડદેવડ, રીટર્નમાં ના દેખાડવામાં આવેલા વ્યવહારોની સાથે આવકવેરા વિભાગને સંતુષ્ટિ ન થઇ હોય તેવા વ્યવહારો બતાવવામાં આવશે અને કરદાતા તેને એ ફોર્મ મારફત ઓનલાઇન જવાબ આપી શકશે તથા નિરાકરણ થયે કરદાતાને આવકવેરા વિભાગની નોટીસ અને સ્ક્રુટીનીથી છુટકારો મળશે.

    સાથે જ આવકવેરા વિભાગ 20 થી 31 જુલાઇ દરમ્યાન ઇ કેમ્પેઇન ચલાવી રહ્યું છે તે અંતર્ગત શંકાસ્પદ વ્યવહારો વાળા કરદાતાઓને એસએમએસ અને ઇ મેઇલ મારફત જાણ કરવામાં આવશે અને તેનો જવાબ કરદાતાએ ઓનલાઇન જ આપવાનો રહેશે.

    તેમજ છેલ્લા પાંચ વર્ષનાં રીટર્નનું ઇ વેરીફિકેશન બાકી હોય તો તે પણ 30મી સપ્ટેમ્બર સુધી કરાવી શકશે. અમારા સંવાદદાતા દેવશી વારોતરીયા સાથેની ખાસ વાતચિતમાં ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત પ્રિતમ સિંહે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતીમાં આવકવેરા વિભાગના આ નિર્ણયો કરદાતાઓ માટે રાહતભર્યો સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply