જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું લાંબી માંદગી બાદ મુંબઈની હોસ્પિટલમાં નિધન
Live TV
-
બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લહેરી 69 વર્ષના હતા. બપ્પી લાહેરીનું સાચું નામ આલોકેશ લહેરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો.
બપ્પી લહેરીને પહેલીવાર બંગાળી ફિલ્મ દાદુમાં અને બાદમાં હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ નન્હા શિકારીથી ગીત ગાવાની તક મળી. પરંતુ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં તેમને ઝખમી ફિલ્મથી ઓળખ મળી હતી, જેમાં તેમણે માત્ર સોંગને કંપોઝ કર્યો નહોતા પરંતુ એક ગીત પણ ગાયું હતું. આ ફિલ્મથી તેમને પ્રસિદ્ધિ મળવા લાગી અને તેમણે હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ છોડી. બપ્પી તે સમયે પોતાના શાનદાર કામથી યુવા મ્યુઝિક ડિરેક્ટર બની ગયા હતા.
'ચલતે ચલતે', 'ડિસ્કો ડાન્સર', 'શરાબી' વગેરે જેવા તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત 'ભંકસ' (Bhankas) હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાગી 3' (Baaghi 3) માટે બનાવ્યું હતું.
